Lajja's Weblog

1 New Messege !!

Posted by: Lajja Dave on: 28/01/2010


અત્યારે લગભગ દરેક મોબાઈલ નેટવર્કે અનલીમીટેડ મેસેજની સ્કીમ બહાર કાઢી છે. રોજના ૫૦૦ લોકલ+નેશનલ SMS ફ્રી મળે. બધાના ચાર્જ અલગ અલગ છે. રીલાયન્સ વાળા ૨૫ રૂ.માં આ ઓફર આપે છે તો વોડાફોનવાળા ૧૦૨માં. (સાચ્ચે આ વોડાફોન તો લૂંટી જ લે છે!!)

મજા પડી જાય છે..ફ્રેન્ડ્સ સાથે એકદમ કનેક્ટેડ થઈ જવાય. આખો દિવસ મોબાઈલ જીવંત લાગે..કોઈનો ને કોઈનો મેસેજ તો આવ્યો જ હોય.

મેસેજ મોકલવાનું કામ કંટાળાજનક છે એ વસ્તુ સાચી..અને આખો દિવસ મોબાઈલ લઈને પણ ન બેસી રહેવાય એ વાત પણ સાચી. પણ ફ્રી હોઈએ ત્યારે તો મેસેજ-મેસેજ રમાય ને? સારુ લાગે કોઈકની સાથે કંઈક વાત થાય તો. અને કોન્ટેક્ટ ગ્રુપની સુવિધા પણ આપણા માટે જ હોય છે ને? એક ગ્રુપ સીલેક્ટ કરી મેસેજ સેન્ટ કરી દેવાનો..પછી મેસેજ એની મેળે જશે એ ગ્રુપમાં એડ થયેલા લોકોને.. એટલે ટાઈમ પણ બહુ ન જાય.

મેસેજ મોકલવાના આમ તો કંઈ ફાયદા નથી બંધુ..પણ બીજું કંઈ નહી તો એ વ્યક્તિ “તમારો” મેસેજ આવ્યો છે એટલું તો જોવે? એ બહાને તો યાદ કરે?!!

અમદાવાદમાં વાઈબ્રન્ટ પતંગ મહોત્સવ ચાલે છે એના ફોટા તો બધાએ છાપામાં જોયા જ હશે.. અમેય જોયા હતા! અને એ ફોટોસથી લલચાઈ જે જગ્યાએ જ્યાં પતંગ મહોત્સવ ચાલે છે તે જગ્યાએ પહોંચી ગયા . દૂર દૂર સુધીના આકાશમાં અમારી નજરો ફરી વળી. પણ એક સમ ખાવા પુરતોય છાપામાં આવ્યું હતું એવો પતંગ ચગતો ન દેખાયો ! તપાસ કરતા ખબર પડી કે ૨ દિવસ (૧૦-૧૧) અહીંયા (અમદાવાદમાં) હતા અને બાકીના બે દિવસની ઉજવણી સુરતમાં થવાની હતી!

અમારા જેવા સેંકડો લોકો આમ “ધોયેલા મૂળા” જેવા પાછા ગયા! એન્ટ્રી વખતે કોઈ પોલીસ-સીક્યુરીટીવાળા કહે નહી કે અહીંયા કોઈ પતંગ નથી. બધુ પતી ગયુ હવે. બધા છેકથી છેક સુધી આ‍ંટા મારીને પાછા ગયા! માનીએ કે છાપામાં આવ્યું હશે કે ૧૦-૧૧ અમદાવાદ ખાતે છે અને ૧૨-૧૩ સુરત ખાતે(એ અમારી ભૂલ કબૂલ કે અમે જોયું નહીં) પણ ત્યાં જે લોકો હતા એમણે તો  કહેવું જોઈએ ને??

પણ હેન્ડલુમના અને ખાણી-પીણીના સ્ટોલ્સ પર કમાણી કરવી હોય તો ન જ કહે ને? અમે પણ “મામુ” બની હેવમોરનો આઈસક્રીમ ખાધાના સંતોષ સાથે ઘરે પાછા ફર્યા!

હા..સ્વર્ણિમ ગુજરાતનું પ્રદર્શન હતું એ સારું હતું. પણ આકાશમાં ઉડતા મોટા રંગબેરંગી પતંગ જોવા ગયા હોય એને આવા પ્રદર્શનોમાં રસ પડે ખરો?
ભલુ થજો આજુબાજુની ઝૂપડપટ્ટી વાળા છોકરાઓનું! એમણે એક-બે “સાદા” પતંગ ચગતા રાખી પતંગ મહોત્સવની લાજ રાખી!

MIRROR EFFECT

Posted by: Lajja Dave on: 09/01/2010

Can u read out what’s written in the image attached here??

Try to Read it

It’s written in using mirror effect.

p>કોઈ ગુનો થાય એટલે તેની તપાસ કરવાનું કામ પોલીસનું અને ગુનેગારને સજા આપવાનું કામ કોર્ટનું, બરાબર? પણ પોલીસે તપાસ કરી એક્ઠા કરેલા પુરાવાઓનું ઈનવેસ્ટીગેશન કરતી સંસ્થા એટલે ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સીક સાયન્સ(એફ.એસ.એલ).

દર સાલ એફ.એસ.એલમાં “ફોરેન્સીક અવેરનેસ વીક” રાખવામાં આવે છે. જેથી મારા-તમારા જેવા સાદા-સીધા લોકો એફ.એસ.એલ શું કામગીરી કરે છે એ જોઈ શકે. અત્યારે ૩૧ ડિસેમ્બરથી ૬ જાન્યુઆરી આ અવેરનેસ વીક ચાલી રહ્યું છે. એક્ઝામ ખતમ થઈ અને હજુ ઈન્ટર્નશીપ ચાલુ નથી થઈ એ વાતનો લાભ લઈ આ બંદા પણ પહોંચી ગયા અવેરનેસવીકમાં!

લાઈ ડીટેક્ટર ટેસ્ટ, નાર્કો ટેસ્ટ કઈ રીતે થાય એ જોયું, લાઈવ બોમ્બ જોયા, ચરસ-ગાંજો-અફીણ જેમાંથી બને છે તે છોડ જોયા, શાહજહાંના જમણાં  હાથની છાપ જોઈ, બ્લડમાંથી આલ્કોહોલ કઈ રીતે ફાઈન્ડ થાય છે તે જોયું, નકલી નોટો પકડવાનું મશીન જોયું, અલગ અલગ ટાઈપની બુલેટ્સ જોઈ, સાઈબર ક્રાઈમ કઈ રીતે સોલ્વ થાય છે એ જાણ્યું… <

સ્પેશીયલી સાઈબર ક્રાઈમ વિશે વાત કરું તો આ લોકો પાસે એવી ટેક્નોલોજીસ છે કે કમ્પ્યુટરના રીસાઈકલબીનમાંથી ઉડી ગયેલી ફાઈલ પણ પાછી લાવી શકે, તમે તમારા ક્મ્પ્યુટરમાં કોઈ ફાઈલ બનાવી હોય તો એ ફાઈલની આખી હીસ્ટ્રી રીટ્રાઈવ કરી શકે, ફોર્મેટ મારેલી હાર્ડડ્રાઈવના પહેલાના પાર્ટીશનસની ડીટેઈલ આપી શકે! બહુ મજા પડી ગઈ આપણા દેશની ક્રાઈમબ્રાન્ચની કામગીરી જોવાની!

Visit 2 ISRO

Posted by: Lajja Dave on: 07/11/2009

We hv a presntn on Bhuvan..so 4 collectin some info v went 2 ISRO 2dy.(Wel..tht ws “Bahana” v wantd 2 go thr ;) ). V met wid Mr. Shashikant Sharma who’s d prsn co-ordinatin Bhuvan 4m abad.He said Der wer only 15-20 ppl who made dis project a reality nd der r only 4 servers involved in d project!V discussed mny thngs lyk …basic facilities,features nd also discussed chnges de’re goin 2 mk in dsite etc..enjyd d discussion

કલામ અને કવિતા!!

Posted by: Lajja Dave on: 25/10/2009

તમને થશે કે કલામ ને કવિતા સાથે શું સબંધ?? હજી “બાજપાયી અને કવિતા” એવું કંઈક લખ્યું હોય તો ઠીક લાગે. પણ હા! ઉપરનું ટાઈટલ બરાબર જ છે. આપણે અહીંયા કલામે એમની આત્મકથા Wings of fireમાં ટાંકેલા કાવ્યોની વાત કરવી છે. કલામબાબુએ ઘણા બધા કાવ્યો-કાવ્યપંક્તિઓ ટાંક્યા છે એમની આત્મકથામાં. અને એ પણ સુંદર અને સૂચકાત્મક રીતે.

તો ચાલો જોઈએ કે કલામજીએ કયા-કયા કાવ્યો, કઈ-કઈ જગ્યાએ, કેવી પરિસ્થીતી માટે વાપર્યા છે.

==============

જ્યોતિષશાસ્ત્રને વિગ્યાનનો દરજ્જો આપવાની અને તેને આધારે અમુક ગણતરીઓ કરી નિર્ણયો લેવાની બાબતને અતાર્કિક ગણાવી કલામ કહે છે:

…What if the Sun

Be center to the World, ad other stars…..

The planet Earth, So steadfast through she seem,

In sensibly three different motions move?

આ કાવ્ય John Miltonના પુસ્તક Paradise Lostમાંથી લેવામાં આવ્યું છે. કાવ્યનો અર્થ કંઈક આવો કરી શકાય: જો સૂર્ય આ વિશ્વનું અને બીજા તારાઓનું center બની જાય..તો આ સ્થિર દેખાતી પૃથ્વી ત્રણ અલગ-અલગ દિશાઓમાં ઘૂમવા માંડે? (અર્થ કાઢવામાં ક્યાંક કંઈક ભૂલ થતી હોય તો એને સુધારવા વિનંતી.)

—–

સ્વદેશી હોવરક્રાફ્ટ તૈયાર કરવાનો પ્રોજેક્ટ હતો. એ વખતના Defence Minister વી.કે.કૃષ્ણમેનનને કલામ અને તેમની ટીમ પર વિશ્વાસ હતો. પણ કલામના અમુક સીનીયર સાયન્ટીસ્ટસ એ પ્રોજેક્ટની સફળતાને સપનું માનતા! અને તેમની મજાક ઉડાવતા. તે વખતે કલામને સૌ પ્રથમ વખત પ્લેન બનાવવાનો પ્રયત્ન કરનારા Wright Brothers પર લખાયેલું વ્યંગાત્મક કાવ્ય યાદ આવી જાય છે.

….With thimble and thread

And wax and hammer, and buckels and screws,

And all such things as geniuses use;-

Two bats for patterns, curious fellows!

A charcoal-pot and a pair of bellows.

મતલબ આવો કરી શકાય કે દરજીકામ માટેની અંગૂઠી, દોરા, મીણ અને હથોડી અને બીજી આવી વસ્તુઓ જે જીનીયસ માણસો વાપરે તેના વડે અમુક કારીગરી કરી આ curious fellows બરાડા પાડે છે. (કલામની આત્મકથાના ગુજરાતી અનુવાદમાં કવિતાની ત્રીજી લીટી નથી સમાવી!)

—–

રોકેટ એન્જીનીયરની પોસ્ટ માટે ઈન્ટર્વ્યૂ આપવા જતી વખતે કલામ એમના પિતાના મિત્ર અને રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા ગવાતો શ્લોક યાદ કરે છે.

All beings are born to delusion…overcome by the

dualities which arise from wish and hate… But those

men of virtuous deeds in whom sin has come to an end,

freed from the delusion of dualities, worship Me

steadfast in their vows.

આત્મકથાના ગુજરાતી અનુવાદમાં આ શ્લોકનો અર્થ કંઈક આવો આપ્યો છે: “સર્વે જીવો રાગ અને દ્વેષથી જન્મતા દ્વંદ્વમાં ફસાઈ ભ્રમણામાં જન્મે છે, પણ જેમનાં પાપોનો અંત આવ્યો છે, જેઓ દ્વંદ્વની ભ્રમણાથી મુકત થયા છે એવા નિષ્કામ કર્મયોગીઓ પોતાની પ્રગ્યામાં સ્થિર રહી મને ભજે છે.” (કેટલું અઘરું ગુજરાતીકરણ…!!!)

—–

Rocket- Assisted take-off સીસ્ટમ બનાવવાઓ પ્રોજેક્ટ હતો. આ RATO સીસ્ટમ આપણા લડાયક વિમાનોને ટૂંકા રન-વે પરથી ટેકઓફ થઈ શકવામાં મદદરૂપ થવાની હતી. વિક્રમ સારાભાઈએ આ પ્રોજેક્ટ્ના હેડ તરીકે કલામની પસંદગી કરી. તે પસંદગી થતા આનંદ, કૃત્યતા, સંતોષ વગેરે જેવી લાગણી અનુભવતા કલામ નીચેની કાવ્યપંક્તિઓ યાદ કરે છે:

For all your days prepare

And meet them ever alike

When you are the anvil, bear-

When you are the hammer, strike.

મતલબ કે બધા દિવસો માટે તમારી જાતને તૈયાર રાખો. અને તેને તે રીતે પહોંચી વળો. જ્યારે તમે એરણની જગ્યાએ છો ત્યારે ઘા સહી લો અને જ્યારે હથોડી છો ત્યારે ઘા મારી લો.

—–

RATO Projectમાં એમના ગ્રુપ કેપ્ટન નારાયણનની પ્રોજેક્ટ માટેની આતુરતા જોઈ કલામ તેમને મજાકમાં નીચેની કાવ્ય પંક્તિઓ સંભળાવતા.

Between the conception

And the creation

Between the emotion

And the response

Falls the shadow.

આ પંક્તિઓ T.S. Eliotના Hollow Menમાંથી લેવામાં આવી છે તેનો અર્થ કંઈક આવો થાય: વિચાર અને એક્ચ્યુલ સર્જન વચ્ચે અને સંવેદન અને પ્રતિભાવ વચ્ચે એક પડછાયો પડે છે (એક ફર્ક હોય છે.)

—–

સેટેલાઈટ લોન્ચ વેહીકલ (SLV) બનાવવાનો પ્રોજેક્ટ હેન્ડલ કરતા કલામ એમની ડાયરીમાં એમના ટીમમેમ્બર્સ અને તેમની કાર્ય પધ્ધતિ માટે નીચેની લાઈન લખે છે:

Beautiful hands are those that do

Work that is earnest and brave and true

Moment by moment

The long day through.

મતલબ કે સુંદર હાથ એ છે જે સમગ્ર દિવસ દરમ્યાન, પળેપળ, હિંમત માગે તેવું, સાચું અને ઉત્સાહી કામ કરે છે.

—–

૧૯૭૫ના માર્ચના અંતે ત્રિવેન્દ્રમમાં કલામના એક પ્રોજેક્ટ “ડેવિલ”ની છેલ્લી મીટીંગ યોજાઈ. પ્રોજેક્ટનું અમુક કામ થયું હતું અમુક બાકી હતું. પ્રોજેક્ટ પૂરો કરવામાં હજી ઘણો માર્ગ કાપવાનો હતો. તે વખતે કલામને સ્કૂલ ભણેલી એક કવિતા યાદ આવી જાય છે:

Don’t worry and fret, fainthearted,

The chances have just begun,

For the best jobs haven’t been started,

The best work hasn’t been done.

અર્થાત હે નબળી ઈચ્છાશક્તિ વાળા, ચિંતા ન કર અને બળાપો ન કાઢ. તક તો હજી હવે શરૂ થઈ છે; શ્રેષ્ઠ કામ તો હજુ શરૂ પણ નથી થયું અને શ્રેષ્ઠ કાર્ય હજી પૂર્ણ નથી થયું.

—–

પોતાના ટીમ મેમ્બર્સ સાથે કલામ હંમેશા કોમ્યુનીકેટ કરતા રહેતા. ટીમ મેમ્બર્સના કાર્યનું પ્રોજેક્ટમાં શું મહત્વ છે, તેઓ જે સંસ્થા માટે કાર્ય કરે છે તેના ગોલ્સ શું છે વગેરે તેમને સમજાવતા રહેતા. પ્રોજેક્ટ અંગેના તેમના વિચારો પણ જાણવામાં રસ ધરાવતા અને તે વિચારોને હકિકતનું સ્વરૂપ કઈ રીતે આપી શકાય તે પણ જણાવતા. કારણ કે કલામ માનતા કે:

If you want to leave your footprints

On the sands of time

Do not drag your feet.

—–

પિતાના મૃત્યુ પછી એકલા બેઠેલા કલામને William Yeatsના મૃત્યુ પર લખાયેલી કવિતા યાદ આવી જાય છે. કલામને લાગતું કે આ કવિતા તેમના પિતાના મૃત્યુ પર જ લખાઈ છે.

Earth receive your honoured guest;

William Yeast is laid to rest:

…………………….

In the prison of his daysTeach the

free man how to praise.

કલામના પિતાશ્રી ૧૦૨ વર્ષ જીવેલા. અને તેમને ૧૫ પૌત્ર-પૌત્રીઓ અને ૧ પપૌત્ર હતો.

—–

પ્રો. બ્રહ્મપ્રકાશ કલામને પ્રોત્સાહિત કરતા રહેતા. બ્રહ્મપ્રકાશ કહેતા “Big Scientific Projects are like mountains, which should be climbed with as little effort as possible and without urgency. The reality of your own nature should determine your speed. If you become restless, speed up. If you become tense annd highstrung, slow down. You should climb the mountain in a state of equilibrium. When each task of your project is not just a means to an end but a unique event in itself, then you are doing it well.” તે સલાહને કલામ નીચેના કાવ્ય સાથે સરખાવતા:

If the red slayer thinks he slays,

Or, if the slain think he is slain,

They know or not, the subtle ways

I keep, and pass, and turn again.

મતલબ કે જો હણનાર વિચારે કે તે હણે છે અને હણાનાર વિચારે કે તે હણાય છે તો તેઓ મારા જાળવવાના, પસાર થવાના કે પુનઃ જાળવવાના સૂ઼ક્શ્મ માર્ગને બરાબર જાણ્તા નથી. (ફરી વાર કહેવું પડશે..કેટલું અઘરું ગુજરાતીકરણ…!!!)

—–

કલામને પદ્મભૂષણ મળ્યું તે વાત એમના ઘણા સહકાર્યકરોને ખૂંચી. તેઓ તેમને તેના માટે યોગ્ય નહોતા માનતા અથવા તેમની ઈર્ષા કરતા. એ વખતે કલામને પોતાની જાતનું પુનઃમુલ્યાંકન કરવાની જરૂર લાગી. અને તેમને આ કવિતા યાદ આવી:

You may charge with murder -

Or want of sense

(We all all of us weak at times):

But the slightest approach to false pretence

Was never among my crimes.

અર્થ: તમે મારા પર ખૂનનો કે નીતિ વિનાનો હોવાનો આરોપ મૂકી શકો છો. (આપણે બધા ક્યારેક તો દુર્બળ હોઈએ જ છે.) પણ ખોટી નમ્રતાનો અભિગમ મારો ગુનો ક્યારેય નથી બન્યો.

—–

કલામે ૧લી જૂન, ૧૯૮૨માં DRDL (Defence reseach and development lab) જોઈન કરી. એ સંસ્થાની કાર્ય પધ્ધતિ જોઈ કલામ નીચેનું કાવ્ય યાદ કરે છે:

Day after day, day after day,

we stuck, nor breath, nor motion;

As idle as a painted ship

Upon a painted ocean.

—–

ભત્રીજી ઝમીલાના લગ્નમાં હાજરી આપવા માટે, તેમના પ્રોજેક્ટ માટેના સતત છ મહિનાના પરિશ્રમ અને મહેનતથી ખુશ થઈ એ વખતના સંરક્શણ પ્રધાને, તેમને ત્યાં તાત્કાલિક પહોંચવાની સગવડ કરી આપી. તે વખતે પ્લેનમાં બેઠેલા કલામે તેમના બોર્ડિંગ પાસની પાછળ નીચેની લાઈન્સ નોંધી:

Who can never climbed weary league -

Can such a foot explore

The purple territories

On Rameshwaram’s shore?

મતલબ કંઈક આવો થઈ શકે કે જે ક્યારેય થાક્યો/હાર્યો નથી તેવો પગ શું રામેશ્વરમ બેટની જાંબલી રંગની ભૂમીને ઓળખ આપી શકે?

—–

અગ્નિ મિસાઈલના સફળ ઉડ્ડયન બાદ આનંદિત થયેલા કલામ એમની નોંધપોથીમાં નોંધે છે કે:

Do not look at Agni

as an entity directed upward

to deter the ominous

or exhibit your might.

It is fire

in the heart of an Indian.

Do not even give it

the form of a missile

as it clings to the

burning pride of this nation

and thus is bright.

એટલે કે “અગ્નિ તરફ એ શેતાનને અટકાવનાર યા તમારી શક્તિપ્રદર્શન કરવાના સાધન તરીકે ના જોશો. તે તો એક ભારતીયના હ્ર્દયમાં પ્રજવળતો અગ્નિ છે. તેને મિસાઈલનો આકાર પણ ન આપો કારણ કે તે આકાશમાં તરે છે ત્યારે દેશનું ઝળહળતું ગૌરવ છે માટે પ્રકાશિત છે.

—–

કલામને ફરી વખત પદ્મભૂષણ મળ્યું ત્યારે દેશવાસીઓના પ્રેમે તેમને તેમના ભૂતકાળના ઘણા પાત્રોની યાદ તાજી કરાવી નાખી. તેમના રામેશ્વરમની, તેમના ગુરુઓની, તે તમામ પળોની જ્યારે તેમના ગુરુઓએ તેમનામાં વિશ્વાસ પ્રકટ કર્યો હતો. તેમણે તેમની નોંધપોથીમાં નોંધ્યું:

Away! Fond thoughts, and vex my soul no more!

Work claimbed my wakeful nights, my busy days

Albeit brought memories of Rameshwaram shore

Yet haunt my dreaming gaze!

અર્થાત પ્રિય વિચારો! દૂર થાવ અને મારા આત્માને ભીનો ન કરો. કાળે મારી જાગ્ર્ત રાત્રીઓ તથાઅ કાર્યથી બરપૂર દિવસો લઈ લીધા; અલબત્ત, રામેશ્વરમના કિનારાની સ્મૃતિઓ લાવ્યા…જે મારી સ્વપનીલ આંખોમાં ઘૂમે છે.

—–

IGMDP(Integrated guided missile development program)ના Director એવા Rear Admiral Mohanએ એક વાર કલામને જાતે લખેલી કવિતા વંચાવી.

Impossible time frames,

PERT charts to boot

Are driving me almost crazy as a coot;

Presentations to MC add to one’s woes,

If they salve anything, Heaven only knows,

Meetings on holidays, even at night,

The family is fed up,

And all ready to flight,

My hands are itching

to tear my hair-

But alas! I haven’t any more to tear…

—–

કલામ માને છે કે આપણા યુવાનોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એમને શું જોઈએ છે એ એમને ક્લીઅર નથી.આત્મકથા લખવાનું કારણ આપતા કલામ કહે છે કે (ગુજરાતી અનુવાદ મુજબ) “એવું કહેવાની હિંમત તો હું નથી કરતો કે મારું જીવન કોઈના માટે આદર્શરૂપ બની શકે. પણ અગ્યાત ખૂણામાં, કોઈ પણ સગવડ વિના રહેતું બાળક જે રીતે મારી નિયતી ઘડાઈ તેમાંથી જરૂર આશ્વાસન મેળવી શકે, તેઓ તેમના આભાસી પછાતપણા કે નિસહાયપણાના બંધન માંથી મુક્તી મેળવી શકે.” આ સાથે કલામ ટાંકે છે કે:

God has not promised

Skies always blue,

Flower-strewn pathways

All our life through;

God has not promised

Sun without rain,

Joy without sorrow,

Peace without pain.

But God has promised

Strength for the day

Rest for the labour

Light for the way.

મીન્સ કે ઈશ્વરે આકાશ હંમેશા ભૂરું રહેશે કે જીંદગીના આખા રસ્તામાં ફૂલો બિછાવેલા હશે કે વરસાદ વગર સૂર્ય નીકળશે કે દુખ વિના સુખ મળશે કે ઝગડા વિના શાંતિ મળશે એવું કોઈ પ્રોમીસ નથી કર્યું. પણ ઈશ્વરે એવું પ્રોમીસ કર્યું છે કે એ દિવસ પસાર કરવાની શક્તિ આપશે, મહેનત માટે આરામ આપશે અને માર્ગમાં પ્રકાશ પાથરી આપશે.

—–

કલામ કહે છે આજના યુવાનોએ આ આત્મગૌરવ હણતી જીવનશૈલીને ભૂલતાં શીખવાનું છે. માત્ર ભૌતિક સુખસાધન અને ઈનામો માટે કાર્ય કરતી રીતનો ત્યાગ કરવાનો છે. શક્તિશાળી, સમૃદ્ધ અને વિદ્વાન લોકોને (માનસિક) શાંતિ માટે પ્રયત્ન કરતા જોઈ કલામને એમના એક સગા અને એક શિક્શક યાદ આવી જાય છે જે કશું પણ ન હોવા છતાં ખૂબ આનંદમાં રહેતા.

On the coast of Coromandal

Where the earthy shells blow,

In the middle of the sands

Lived some realy rich souls,

One cotton lungi and a half candle-

One old jug without handle

These were all the wordly possessions

Of these kings in the middle of the sands

—–

પોતાની આત્મકથાને વાચકો માટે Bird’s eye view ગણાવતા કલામ કહે છે કે

My worthiness is all my doubt -

His merit all my fear-

Constrasting which my ability

Does however – appear.

—–

At the end..Kalam says:

I am a well in this great land

Looking at its millions of boys and girls

To draw from me

The inexhaustible divinity

And spread His grace everywhere

As does the water drawn from a well.

મતલબ કે આ મહાન ભૂમિ પર હું તો એક કૂવો છું લાખો છોકરા-છોકરીઓ સામે આતુરતાથી જોવું છું કે તેઓ મારામાં રહેલ અખૂટ દિવ્યતાને ખેંચે અને જેમ કૂવામાંથી ખેંચાયેલ પાણી કરેછે તેમ, ઈશ્વરની કૃપા સવર્ત્ર વરસાવે.

—–

જેલના ભજીયા!!

Posted by: Lajja Dave on: 15/10/2009

અમદાવાદીઓની જીભને ખાવાના ચટાકા બવ! એટલે જ ખાવાના પ્લેસીસ અહીંયા બહુ જલ્દી ફેમસ બને! આવું જ એક ભજીયા ખાવા માટેનું ફેમસ સ્થળા એટલે “જેલના ભજીયા”.

અમદાવાદ આર.ટી.ઓ પાસે જેલમાં બનેલી વસ્તુઓનું વેચાણકેન્દ્ર છે. ખાદીના કપડાં અને એવી બધી જેલમાં બનાવેલી વસ્તુઓ મળે છે ત્યાં.

જેલની વસ્તુઓનું વેચાણકેન્દ્ર

જેલની વસ્તુઓનું વેચાણકેન્દ્ર

તેની પાસે જ આ જેલના ભજીયાની દુકાન છે. આ ભજીયા પણ જેલના કેદીઓએ જ બનાવેલા હોય છે. અને ત્યાં તમને ગરમાગરમ ભજીયા ઉતારી, પેક કરી કેદીઓ જ આપે! પૈસાનો વહિવટ બધો એક પોલીસવાળા ભાઈ બેઠા હોય એ કરે.

આ રહી એ જગ્યા જ્યાં જેલના કેદીઓના હાથે બનેલા ભજીયા મળે છે.

જેલના ભજીયા માટેની લાઈન

જેલના ભજીયા માટેની લાઈન

આવા લોકોના હાથે બનાવેલું ખાવાનું કઈ રીતે ખવાય તેવા સવાલના જવાબમાં મારી એક મિત્ર નિલમ કહે છે “ઉલ્ટાનું આ લોકોએ બનાવેલી વસ્તુઓ ખરીદી આપણે તેમને સારા માર્ગે વળવામાં મદદ કરી રહ્યા છીએ.” વેલ..વાત ગળે ન ઉતરી? તો કંઈ નહી ભજીયા તો નક્કી ફટાફટ ગળે ઉતરી જશે.

આ જેલના ભજીયા એટલા તો ફેમસ થઈ ગયા છે કે એની વાન પણ અમદાવાદમાં અમુકઅમુક જગ્યા નક્કી કરેલા ટાઈમે ઉભી રહે છે. કોઈને ખબર છે મણિનગરમઆં એ વાન ક્યારે, કયાં અને કેટલા વાગે ઉભી રહે છે?

ધ બુકબજાર

Posted by: Lajja Dave on: 01/10/2009

“ચોપડીઓ આપવાની છે?”
“શેની ચોપડીઓ છે? એન્જીનીયરીંગ, એમ.સી.એ, એમ.બી.એ, મેડિકલ?”
“૬૦% પાછા આપીશું..ચલો અમારી દુકાનમાં..આવો મારી સાથે”
“૬૫% આપીશું બસ..ચલો..ઓ બેન આમ આ બાજુ આવો..”

“બેન ચોપડીઓ લેવાની છે? શેની લેવાની છે?”
“બેન કંઈક તો બોલો..ચાલો આ બાજુ..નવામાં જૂનામાં..જે બુક જોઈતી હશે તે મળી જશે..”

“૭૦% પાછા મળશે છાપેલી કિંમતના..આ લો કાર્ડ”
“શું થયું બેન..આમ તો આવો..૭૦% કોઈ પાછા નહીં આપે..”

આવા (મોટા ભાગના એકપક્શીય સંવાદો) તમને અમદાવાદના ગાંધી બ્રીજ નીચે સાંભળવા મળે. તમે પાર્કિંગમાં વાહન પાર્ક કરીને આગળ વધ્યા નથી કે બધી બુક શોપ્સે રોકેલા એજન્ટ તમારી પૂછપરછ કરવા માંડે. બધાને એવો જુસ્સો હોયને પોતાની દુકાનમાં તમને લઈ જવાનો કે અમુક વાર તો થાય કે જો નહી જઈએને તો આ મારશે આપણને!

ગાંધીબ્રીજની નીચે બહુ મોટ્ટું ચોપડીઓનું બજાર છે. જ્યાં જુઓ ત્યાં પુસ્તકો જ પુસ્તકો જોવા મળે. ત્યાં પુસ્તકોની વચ્ચે ફરતા માણસોને જોઈને નક્કી પુસ્તકીયા કીડાવાળી વાત યાદ આવી જાય!

એવી જ એક બુકશોપનો ફોટો

એવી જ એક બુકશોપનો ફોટો

Read the rest of this entry »

ટીવી સીરીયલ્સ

Posted by: Lajja Dave on: 24/09/2009

મારી પ્રિય સીરીયલ બાલિકાવધુને એક વર્ષ પુરું થયું. એના વિષે અગાઉ મેં એક પોસ્ટ કરી છે જેની લીંક આ મુજબ છે. http://wp.me/pjSyW-S

જો કે હવે એ સીરીયલમાં એટલી મજા નથી રહી! શરૂઆતમાં જે રંગ જામતો એ હવે નથી જામતો. હા..દાદીસાના રોલમાં સુરેખા સીક્રીની એક્ટીંગ હજી એટલી ધમાકેદાર છે. બાકી બધું બહુ બોરિંગ થતું જાય છે. દાદીસા સિવાયના બધા સ્ત્રીપાત્રો વધારે પડતાં દોઢ ડાહ્યા, ચાંપલા અને રોતડા બતાવવા માંડ્યા છે હવે. પહેલા એમ લાગતું હતું કે આ સીરીયલ બીજી સીરીયલ્સ જેવી નથી..પણ હવે એ માન્યતા ખોટી પડતી જાય છે અને બીજી એક્તાછાપ સીરીયલ્સમાં વાગે એવા જ હથોડા વાગે છે.

બીજી અત્યારે ઝી ટીવી પર આપકી અંતરા સીરીયલ આવે છે એ સારી છે. અંતરા નામની ઓટીસ્ટીક છોકરીની વાત છે. મને એમાં વિદ્યાનું પાત્ર બહુ ગમે છે. અને પેલો અભિષેક..સીરીયલનો ખરો હિરો તો એ જ છે! બાકી પેલા આદિત્ય- અંતરાના પિતા-તો ઠીક હવે મારા ભાઈ!

ઝી ટીવી પર જ લીટ્લ ચેમ્પ્સનું એન્કરીંગ કરતી ટીણુકડી છોકરી અપ્શા મને બહુ ગમે છે. શું બોલે છે એ! એને સાંભળવાની અને સ્ટેજ પર જોવાની મજા પડી જાય છે.

Afsha- The little anchor of li'l champs

Afsha- The little anchor of li'l champs

હા..તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ સારું આવે છે. પણ બહુ તહેવાર ઉજવે છે યાર એ લોકો! આટલા બધા તહેવાર, આટલું બધું સેલિબ્રેશન ના મજા આવે! હા..બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે..જેઠાલાલના ચાર્લી ચેપ્લિન જેવા એક્સપ્રેશન અને દયાના ગરબા જોવાની મજા પડે છે.

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા

બસ..બાકી તો ટીવી પ્રોગ્રામ્સમાં કંઈ ખાસ મજા નથી આવતી. દર બીજે દહાડે કો’ક રીયાલીટી શો ચાલુ થાય અને એ પણ ધડ-માથા વગરના! મારી આ પોસ્ટ વાંચીને પડે એના કરતાં યે ડબલ હથોડા પડે એવા ટીવી પ્રોગ્રામ્સ જોઈ ને! હા..ફીયર ફેક્ટરમાં મજા આવે છે. એમાંય એ લોકોએ અમુક લોકેશન બતાવે છે એ સરસ હોય છે.

હા..હવે બીગબોસ આવશે હવે..હું એની રાહ જોવું છું. કારણ કે આ વખતે તો અમિતાભ બચ્ચન કરવાનાં છે ને એનું એન્કરિંગ..કુછ તો દમ હોગા!

મણિનગર એટલે નરેન્દ્ર મોદી જયાંથી ચૂંટણીમાં ઉભા રહે છે (અને જીતી જાય છે) તે એરીઆ.

મોદીએ મણિનગરને પાછલાં વર્ષોમાં ઘણું સુધાર્યું છે. આફ્ટરઓલ મતદારોને તો ખુશ રાખવા જ પડે ને?

છેલ્લા કેટલાક વર્ષોમાં મણિનગર ઘણું બદલાયું છે, ઘણું સુધર્યું છે અને હજી એ પ્રોસેસ ચાલું જ છે.

મણિનગરમાં પાછલાં વર્ષોમાં શું-શું સુધારા થયા તેની in detailમાં detail આપું તો..
૧) મણિનગરનો ઉત્તમનગર ગાર્ડન જે પહેલા મેદાન કમ ગાર્ડન હતો તે હવે ખરેખરમાં ગાર્ડન બન્યો છે. વોકિંગ ટ્રેક અને ફુવારા સાથે. ઘણા બધા ફેમિલી સાથે આવતા થયા છે હવે.
૨) તેની પાસે જ એક બેડામિન્ટન કોર્ટ બનાવી છે. અને તેની બાજુમાં જ એક સ્ટડી લાઈબ્રેરી છે. આ લાઈબ્રેરીમાં કેટ, જીસેટ , એમ.બી.એ.ના અને બીજા ઘણાં બધા પુસ્તકો છે. રીડીંગ લાઈબ્રેરી પણ છે
૩) મણિનગર પોલિસ સ્ટેશન આખું નવું બન્યું છે. હવે લાગે છે કે તે કોઈ મહત્વની ઈમારત હોય. બાકી પહેલા તો સાવ બેકાર, જૂનું-પુરાણું બિલ્ડીંગ હતું.
૪) સીટી સીવીક સેન્ટર પણ આખું નવેસરથી બન્યું છે. સારું લાગે છે કોઈક ગવર્મેન્ટ બિલ્ડીંગને આટલું સુધરેલું જોઈને.
૫) મણિનગર એ.એમ.ટી.એસ બસ ટર્મીનસ પણ નવેસરથી બને છે.

નવુ બંધાઈ રહેલું મણિનગર બસ ટર્મીનસ

નવુ બંધાઈ રહેલું મણિનગર બસ ટર્મીનસ


૬) નવો ઓવરબ્રીજ પણ લગભગ તૈયાર છે. એ પછી ટ્રાફિકની સમસ્યા પણ થોડી-ઘણી હલ થઈ જશે.
૭) કાંકરિયા તો થઈ જ ગયું છે એક્દમ હાઈ ક્લાસ!
kankaria lake

kankaria lake

૮) ઘોડાસર આગળ જે કાંસ હતો તેના પર ગાર્ડન બનાવી દીધો.. એ કામ ચાલું છે..પતશે એટલે વિશ્વનો સૌથી લાંબો ગાર્ડન બનશે.

આ બધા તો થયા ગવર્મેન્ટે કરેલા સુધારાની વાતો..પણ બીજા ઘણા મોલ્સ, શોપ્સ બની રહ્યા છે. એક ડેન્ટલ કોલેજ પણ બની રહી છે. જાણે આખું મણિનગર નવા-રૂપ રંગ ધારણ કરતું હોય એવું લાગે.

હા…ખાડા એસ ઓબ્વીયસ છે..અને બહુ ઊંડા છે..બીક લાગે એટલા ઊંડા! રોડ પર પણ કંઈને કંઈ ખોદકામ ચાલતું જ રહે છે.

ઊફ્ફ..યે રોડ..

ઊફ્ફ..યે રોડ..


બી.આર.ટી.એસના કામને લીધે પણ રોડ સાંકડા અને અસમતુલિત થઈ ગયા છે. એક જ રોડ પર ડામરનાં બે-ચાર લેયર પાથર પાથર કરીને દાદરા/ઢાળ ટાઈપ રોડ બનાવી દીધા છે. પાર્કિંગની સમસ્યા વધી છે કારણ કે રોડ નાનો થયો છે અને વાહનો વધ્યા છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો વિકાસ વધુ છે. સો મોદીસાહેબ..નોટ બેડ હોં.

 

February 2010
M T W T F S S
« Jan    
1234567
891011121314
15161718192021
22232425262728

Categories

Twitter